હુ ઘણા બધા પિતરાઈ ભાઈ બેન ના પ્રેમ થી ઉછર્યો છુ અને દરેક બાળકમા ભગવાન હોય છે એવી વિચારધારા સાથે જીવ્યો છુ. બાળકો આપણા અને આપણા દેશના ભવિષ્યનો નિર્ધાર કરે છે.
મારો બાળકો પ્રત્યેનો પ્રેમ મને હમેશા તેમના માટે કંઈક કરવાની, તેમને ખુશ કરવા અને તેમના આંખોમા તેજસ્વી ભવિષ્યની ચમક લાવવાની ઇચ્છા આપવાની મને તક મળી છે એ માટે હુ ખૂબ જ આભારી છુ.
મારા મતે બાળકો એ એવા ખીલતા પુષ્પો છે, જેની સાચી દેખભાળ અને પ્રેમથી એ તેમના જીવનનુ શ્રેષ્ઠ સ્વરૂપ લઈ શકે છે. દરેક બાળકમા વિશિષ્ટ પ્રતિભા અને શ્રેષ્ઠતાના બીજ હોય છે, જે યોગ્ય માર્ગદર્શન અને અનુકૂળ વાતાવરણથી ખીલે છે.
મને હંમેશા એવુ લાગ્યું છે કે બાળકોને સુખી અને આત્મવિશ્વાસપૂર્વક આગળ વધવા માટે મોટી ઉંમરના લોકોએ તેમની સાથે ખડેખમ ઉભા રહેવુ જોઈએ.
બાળકોના હ્રદયમા સાદગી અને નિર્મળતા હોય છે, જે આપણને જીવનનો નવો દ્રષ્ટિકોણ આપે છે. હુ માનું છુ કે બાળકોની ઇચ્છાઓને સમજીને અને તેમના વિચારોને પ્રોત્સાહન આપીને આપણે એક શ્રેષ્ઠ સમાજ અને દેશનુ નિર્માણ કરી શકીએ. તેઓમા ભવિષ્યના નેતા, વિજ્ઞાનીઓ, કલાકારો અને નાગરિકો છુપાયેલા છે. હુ એમને સમર્પિત થવા અને તેમનું ભવિષ્ય પ્રકાશમય બનાવવા માટે મારી યાત્રા ચાલુ રાખવા માટે પ્રેરિત છુ.
જે માટે હુ શિવનાદ ફાઉન્ડેશનમા જોડાયો છુ, જેના દ્વારા મને બાળકોની સેવા કરીને મારી યાત્રા ચાલુ રાખવાની મારી ઈચ્છા પુરી થાય છે.
બાળકોના મનમા રહેલી નિર્મળતા અને સાદગી આપણને જીવન જીવવાની સાચી પ્રેરણા આપે છે. તેઓ માત્ર ભવિષ્યના સર્જક જ નથી, પરંતુ તેમના વિચાર અને ઉત્સાહથી આજના સમાજને નવી દિશા આપી શકે છે. જો આપણે બાળકોને યોગ્ય માર્ગદર્શન અને પ્રોત્સાહન આપીએ, તો તેઓમા રહેલી અંદરની ક્ષમતાઓ ઉજાગર થાય છે, અને તેઓ વિજ્ઞાન, કલા, નેતૃત્વ અને નાગરિકતાના વિવિધ ક્ષેત્રોમા શ્રેષ્ઠ પરિણામ આપી શકે છે.
આથી, બાળકોના હિતમા કામ કરવુ એ માત્ર કર્તવ્ય જ નહીં, પણ રાષ્ટ્રના શ્રેષ્ઠ ભવિષ્ય માટેનુ પૂજ્ય કાર્ય છે.
Leave A Comment