મારા પિતા દરજીના વ્યવસાય મા છે, અને હુ તેમની કામમા મદદ કરતો. મારી જવાબદારી નવા સીવેલા કપડાને ઇસ્ત્રી કરવાની હતી. સાથે સાથે, હુ કિરાણા દુકાન મા પાર્ટ ટાઈમ નોકરી પણ કરતો. જીવનના પ્રવાહ અનુસાર, મે મારી સ્કૂલિંગ અને કોલેજ પૂર્ણ કરી, અને પછી માસ્ટર ડિગ્રી માટે રાજકોટ શિફ્ટ થવુ પડ્યુ.
મારા માસ્ટર ડિગ્રી દરમિયાન, મે મારા વ્યક્તિગત માસિક ખર્ચા સભાળવા માટે કરુણા ફાઉન્ડેશનમા નોકરી કરી. ત્યા મારુ કામ સેવાકીય પ્રવૃત્તિઓના ફોટા ડિઝાઇન કરવાનો અને તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કરવાનો હતુ.
નોકરી કરતા સમયે, મને સેવાકીય પ્રવૃત્તિઓમા જોડાવાનુ સૌભાગ્ય મળ્યુ. તે સમયથી મારા અંદર સેવાભાવ જાગ્યો. જોકે, આર્થિક સંકટોના કારણે હુ આ પ્રવૃત્તિઓમા નાણાકીય સહકાર આપી શકતો ન હતો.
જીવનના દિવસો જેમ પસાર થતા ગયા તેમ જવાબદારીઓ વધતી ગઇ, અને અંતે મને ગાંધીનગરમાં વસવાટ કરવાનો થયો.
ગાંધીનગરમા વસવાટ કર્યા બાદ, મેં મારા કરિયર સાથે ઓનલાઈન ગેમિંગના અનુભવ પણ મેળવ્યા. ફરી એકવાર મને એ સમજાયું કે સેવા કરવી જીવનનો મહત્વપૂર્ણ ભાગ છે.
એક દિવસ મિત્ર સાથે ચર્ચા વિચાર કરતા મારા મગજમા પાયલનો અવાજ આવ્યો અને શિવનાદ ફાઉન્ડેશનની સ્થાપના તરફ પગલા ભર્યા. સાથે પરમાત્મા વધુ સેવા કરવા શક્તિ આપે અને અમે સમાજના ઉપયોગી બનીએ એની પ્રાર્થના.
Leave A Comment