विद्या दानं महादानं बालकाणां च रक्षणम्। ज्ञानं हि सुखं प्राप्यते, शरणं सर्वथा सुखम्॥
શરૂઆતથી જ્યારે હું શાળામાં અભ્યાસ કરી રહી હતી, ત્યારે મે બેહરા અને મુંગા બાળ કોચિંગ, ફિટનેસ પ્રવૃત્તિઓ અને અન્ય રમતો મા ભાગ લીધો.
પછી મારી શાળામાં ઝાડો નુ બીજ વાવવાનુ આયોજન કર્યું મેં તેમાં ભાગ લીધો હતો. હુ મારા કુટુંબ સાથે ગૌ સેવા માટે પણ જતી હતી.
સાથે-સાથે, મે મારા ઘરે ટ્યુશન શરૂ કર્યું, ત્યારે કેટલાક લોકોને તેમના પરિસ્થિતિ અનુસાર ફી ચૂકવવી મુશ્કેલ થતી હતી, ત્યારે કેટલાક વિદ્યાર્થીઓની ફી નથી લીધી કેમ કે હુ એક વાત સમજતી હતી કે પૈસા નુ મહત્વ નથી, પરંતુ જ્ઞાનનો વહેંચવા નુ મહત્વ છે.
પૈસા નું મહત્વ નથી, પરંતુ જ્ઞાનનો વહેંચવાનો મહત્વ છે. ઘણા લોકો માટે પૈસાની અવધિ અને લેન-દેન મહત્વપૂર્ણ હોય છે, પરંતુ જ્યારે વાત જ્ઞાનની આવે છે, ત્યારે તે એક એવું સાધન છે જે માનવતા માટે સજગતા અને પરિવર્તન લાવવાની ક્ષમતા ધરાવે છે જ્ઞાન આપણને શક્તિશાળી બનાવે છે અને અન્ય લોકો માટે માર્ગદર્શન બને છે.
જ્ઞાન એ એવી શક્તિ છે જે માત્ર આપણી અંદર જ નહીં, પરંતુ એ વાતને વહેંચવાથી બીજાઓના જીવનમાં પરિવર્તન કરી શકે છે.
બાળકો ભવિષ્યના શિલ્પી હોય છે, અને તેમનો શિક્ષણ એ તેમના સર્વાંગી વિકાસ માટેનો પ્રથમ પગથિયું છે. પરંતુ, ઘણા બાળકોએ આર્થિક અને સામાજિક અડચણોને કારણે યોગ્ય શિક્ષણ મેળવવાનો મોકો નથી મળી રહ્યો.
તેઓ ગરીબી, ભણતર માટેની અપૂરી સુવિધાઓ અને સહાયની લટારીમાં છે. એવી પરિસ્થિતિમાં, આપણે તેમની મદદ કરવા માટે આગળ આવવું જોઈએ, જેથી તે આવતીકાલમાં પોતાના આર્થિક અને સામાજિક પરિસ્થિતિને સુધારી શકે.
એક ચમકતી આંખ, એક શિક્ષણનો અવસર અને એક નવી આશા દરેક બાળકને મળવી જોઈએ.
જો આપણે અમારા જ્ઞાનને બીજાઓ સાથે શેર કરીએ, તો તે તેમને નવી દિશાઓ અને અવસરોથી પરિચિત કરે છે. આ જ કારણ છે કે મને ગૌરવ લાગે છે, જ્યારે હું મારા જ્ઞાનથી અન્યને મદદ કરી શકું છું, અને આ મને ગહન સંતોષ આપે છે.
એક વાત, શિવનાદ ફાઉન્ડેશનનો આભાર કે જેમણે આ પ્રકારની પ્રવૃત્તિ શરૂ કરી છે, અને અમે અમારી શ્રેષ્ઠ કોશિશ કરીશુ.
Leave A Comment