મારા શૈક્ષણિક પ્રવાસ દરમિયાન અનેક વ્યક્તિઓ અને સંસ્થાઓએ મને જે સમર્થન આપ્યુ છે. તે મારા જીવન પર ઊંડો પ્રભાવ પાડ્યું છે અને એ કારણે હુ અન્ય લોકોની સેવા કરવા માટે પ્રેરિત થયો છુ.
તેમની ઉદારતા અને મદદ કરવાની વૃત્તિને કારણે હુ શ્રદ્ધા રાખુ છુ કે એક નાની જ કરુણાના કૃત્યથી પણ મોટા પરિવર્તનનું કારણ બની શકે છે.
જ્યારે કોઈ પોતાનો સમય અથવા સાધનો કોઈના શિક્ષણમા રોકે છે, ત્યારે તે ફક્ત તે વ્યક્તિના જીવનને બદલે છે તે જ નહીં, પણ તેના પરિવાર અને સમુદાય પર પણ સકારાત્મક અસર પાડે છે.
આ સમજણ મને આ પરોપકારના ચક્રમા યોગદાન આપવા માટે પ્રોત્સાહિત કરે છે. પરોપકારના આ કાર્યને હકીકતમા બદલવા માટે હુ શિવનાદ ફાઉન્ડેશનનો ભાગ બન્યો.
આ ફાઉન્ડેશન મને એક મંચ આપે છે, જ્યાથી હુ મારા સેવાકીય કાર્યને માત્ર શરૂ જ નહી કરી શકુ, પરંતુ વધુ અસરકારક બનાવી શકુ.
લોકોની જરૂરિયાતોને ગહન રીતે સમજવી અને તેમના માટે યોગ્ય મદદ પહોંચાડવી એ ફાઉન્ડેશનની અગત્યની ભૂમિકા છે, અને તેમા ભાગ લેવા માટે મને ગર્વ થાય છે.
આ ફાઉન્ડેશન મારી સેવા કરવાની ઈચ્છાને સાકાર કરવામા મુખ્ય સહાયક બની છે. તે મારી પ્રવૃત્તિઓને દિશા આપે છે અને તેમને વધુ પ્રભાવશાળી બનાવવા માટે સાધનો અને સંભાવનાઓ પૂરી પાડે છે. આ રીતે, ફાઉન્ડેશન સાથે જોડાઈને હુ માત્ર લોકોની મદદ જ નથી કરી રહ્યો, પરંતુ સમાજમા એક સકારાત્મક પરિવર્તન લાવવા માટે મારી ક્ષમતાને પણ વધુ વસ્તાર આપી રહ્યો છુ.
સમાજમા એક સકારાત્મક પરિવર્તન લાવવા માટે હુ સતત મારી ક્ષમતાઓનો વિકાસ કરી રહ્યો છુ અને તેને વધુ વ્યાપક બનાવવાનો પ્રયત્ન કરુ છુ, જેથી મારુ યોગદાન લોકોને ઉપયોગી બને અને તેમના જીવનમા સુધારો લાવી શકે.
Leave A Comment