મારી પાસે બહુ જૂની સાયકલ હતી. અને તે સમય દરમિયાન તેને ‘હોર્સ સાયકલ’ પણ કહેવાતી. હુ એ હોર્સ સાયકલ લઈને મારા ગુરુકુલ કોલેજ જતો, સમયસર પહોચતો અને સમયસર ઘેર પરત આવતો. આ મારી દિનચર્યા હતી. હુ સંપૂર્ણ બાયની શર્ટ, બૂટકટ પેન્ટ અને ચપ્પલ પહેરતો. મારા મિત્રો મને જોઈને ‘અમિતાભ’ કહેતા.
મારા જીવનમા માતા-પિતાના આશીર્વાદના કારણે મને ક્યારેય આર્થિક સંકટનો સામનો કરવો પડ્યો નથી. મારા પિતા તાજા ગાઠિયા બનાવીને આપતા.
મારા મિત્રો એ બધુ ખાઈ જતાં અને મારી માટે કઈ બાકી રાખતા નહી. તેમ છતા આ મિત્રો સાથે ની લાગણી પહેલાની જેમ જ અડગ રહી છે. આટલા વર્ષો પછી પણ, હુ તે જ લાગણી અને પ્રેમ સાથે સેવા કરતો રહુ છુ.
સેવાની ભાવના બાળપણથી જ મારી અંદર છે — લોકોને ખવડાવવુ, નાસ્તો તૈયાર કરવો અને મિત્રો સાથે મજા કરવી. આ હમેશાથી મારી પ્રકૃતિ રહી છે. સમય સાથે મિત્રો અને સંબંધો બદલાયા અને પરિપક્વ થયા છે, પરંતુ સેવાની લાગણી આજે પણ એવી જ છે.
અમારા બધા મિત્રોએ મળીને શિવનાદ ફાઉન્ડેશન નામની એક સેવા સંસ્થાની સ્થાપના કરી. આ પ્લેટફોર્મ દ્વારા અમે જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચવા અને તેમની સમસ્યાઓ દૂર કરવા માટે પ્રયત્ન કરીએ છીએ.
पशु पक्षिणि जीवेषु दया सदा भावयेत्। रक्षणं हितकार्यं च धर्मस्य परमं फलम्॥
લોકોના સાથ, સહકાર અને સમજણથી અમારુ સેવાનુ કાર્ય સફળતાપૂર્વક થઈ રહ્યુ છે, અને ભવિષ્યમા પણ આ ચાલુ જ રહેશે. જો અમને આવુ જ સાથ અને સહકાર મળતા રહેશે, તો સંસ્થા વધુ પ્રગતિ કરશે, અને અમે નવા અને વધુ પડકારજનક સેવા પ્રોજેક્ટ્સ હાથ ધરવા સક્ષમ બનીશુ.
Leave A Comment