મારા વૈવાહિક જીવનની ખુશી અને સમૃદ્ધિ એ મારા માતા-પિતાના સારા કાર્યો અને સેવા નુ પરિણામ છે.
હુ મારા પતિ શ્રી હાર્દિક બોઘરા દ્વારા થતા સેવાના કાર્યોથી ઘનિષ્ઠ પ્રેરણા લીધી છે, અને એ જ ભાવનાઓ સાથે હુ આ સેવાના કાર્યોને આગળ વધારતી રહી છુ.
જેમ મને મારા માતા-પિતાના સારા કાર્યોના કારણે સારું જીવન મળ્યું છે, તેવી જ રીતે હુ અને મારા પતિ સારા કાર્યો કરીશુ, જે અમારા બાળકોના જીવનમા માર્ગદર્શક બનશે.
આ જ અમારુ લક્ષ્ય છે. શિવનાદ ફાઉન્ડેશન સાથે જોડાયા પછી મને ઘણી સેવાના અવસરો પ્રાપ્ત થયા છે, અને જયાં સુધી આવા અવસરો મળતા રહેશે,ત્યા સુધી હુ સેવા કરતી રહીશ.
સેવા એ જીવનનુ સત્ય સ્વરૂપ છે, અને તે કરવાથી માત્ર હ્રદયમા ખુશી આવે છે પરંતુ જીવનમા સાર્થકતાનુ પણ અનુભવ થાય છે.
હુ માનુ છુ કે સેવાના કાર્યમાથી જે તૃપ્તિ મળે છે તે કોઈ અન્ય કાર્યથી મળી શકતી નથી. મારે આ સેવાની પ્રેરણા મારા પરિવારથી મળી છે, અને મને હંમેશા આ ભાવનાઓને મારા જીવનનો ભાગ બનાવવાનુ છે.
સારા કાર્યો જીવનમા પ્રકાશ ફેલાવવાના શ્રેષ્ઠ માર્ગ છે. તેનાથી ન કેવળ પોતાના જીવનમા શાંતિ અને સંતોષ આવે છે, પણ અન્ય લોકોના જીવનમાં પણ સકારાત્મક પરિવર્તન લાવી શકાય છે.
મારો વિશ્વાસ છે કે દરેક વ્યક્તિએ પોતાની ક્ષમતાઓ અનુસાર સમાજ માટે કંઈક સારુ કરવું જોઈએ, અને હુ હંમેશા આ દિશામા પ્રયત્નશીલ રહીશ.
સેવા એ માત્ર કર્મ નથી, તે એક પવિત્ર યાત્રા છે, જે આપણને માનવતાની સાચી ભાવનાથી જોડે છે. સારા કાર્યોના માધ્યમથી આપણે ન માત્ર અન્યને મદદ કરી શકીએ છીએ, પરંતુ સમાજમા સુવાસ ફેલાવવાનુ પવિત્ર કાર્ય પણ કરી શકીએ છીએ.
મારી ઇચ્છા છે કે હુ મારી દરેક ક્ષણને સેવા અને સુકાર્ય માટે સમર્પિત કરી શકુ, કારણ કે તે જ જીવનનું સાચુ અર્થ છે.
Leave A Comment