હું બાળપણથી સેવા કાર્ય કરી રહ્યો છું. લોકોને અને પ્રાણીઓને મદદ કરવી મારી પ્રકૃતિ છે. હું ગાયો સાથે જોડાયેલો છું. જ્યારે હું લોકોને મદદ કરું છું ત્યારે મને સારો અનુભવ થાય છે અને શાંતી મળે છે. મને માનવું છે કે યોગદાન માટે હંમેશા ખૂલેલ રહેવું જોઈએ.
માનવ તરીકે, આપણામાં કરુણા ભરી હોવી જોઈએ, અને ખાસ કરીને હું હિંદુ છું અને દયાળુ હોવું મારી જૈવિક પરંપરામાં છે.
મને ભગવાન શિવથી પ્રેરણા મળી છે. તેઓ હંમેશા તમામ જીવ માટે દયાળુ બનવાની શીખ આપે છે. તેમણે માનવજાત માટે જહેર પીધું.
આપણે એવું તો નથી કરી શકતા, કારણ કે આપણે માત્ર માનવ છીએ, પણ ઓછામાં ઓછું આપણે લોકોના દુઃખ દૂર કરવા માટે મદદ કરવાનો પ્રયાસ તો કરી શકીએ.
મારી આર્થિક સ્થિતિ સામાન્ય હતી, એટલે હુ નાણાકીય મદદ આપી શકતો ન હતો.
છતાં, હું બાળપણથી જ વિવિધ સંસ્થાઓ, સમુદાયો અને જૂથો સાથે જોડાયેલો રહ્યો છુ. આ જોડાણે મને શીખવ્યુ કે સામાજિક જવાબદારી જીવનનો અવિભાજ્ય ભાગ છે.
વતન ની સુરક્ષા કરવા માટે સરહદ પર જઈ શક્યો નહી, પરંતુ દેશભક્તિની ઊંડી ભાવનાથી હુ સામાજિક કાર્ય દ્વારા મારા દેશ માટે યોગદાન આપતો રહ્યો છુ. ભલે હુ સેનામા સેવા ન આપી શક્યો, પણ મારા પ્રયત્નો દ્વારા દેશના હિત માટે, પરિવર્તન લાવવા માટે પ્રયત્નશીલ રાહુ છુ.
जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी।
શિવનાદ ફાઉન્ડેશનના માધ્યમથી હુ હાલ જરૂરિયાતમંદ લોકોની સેવા કરી રહ્યો છુ, અને મારું યોગદાન ભલે નાનુ હોય, પણ તે મારુ દેશ માટેનુ સમર્પણ છે, જેનાથી મને સંતોષની અનુભૂતિ થાય છે.
શિવનાદ ફાઉન્ડેશન મંચ બન્યુ છે, જ્યાથી હુ જરૂરિયાતમંદ લોકોને મદદ કરુ છુ. મારુ નાનુ યોગદાન પણ મારા દેશ પ્રત્યેની ભક્તિ અને સમર્પણ દર્શાવે છે, અને આ મારુ જીવન ગૌરવપૂર્ણ બનાવે છે.હુ વિવિધ સંસ્થાઓ, સમુદાયો અને જૂથો સાથે જોડાયેલો રહ્યો છું, જેમાથી દરેક જોડાણે મને કંઈક નવી શીખ આપી છે.
આ અનુભવોએ મને સમજાવ્યુ છે કે સામાજિક જવાબદારી ફક્ત નથી, પણ જીવનનો એક અવિભાજ્ય ભાગ છે, જેનાથી વ્યક્તિ માત્ર પોતાના માટે જ નહી, પરંતુ સમૂહ માટે પણ કંઈક સારુ કરી શકે છે.
Leave A Comment