હું હંમેશા મારા સમાજના ભલા માટે કામ કરવા માંગતી હતી, મારું સપનું ભારતને ગરીબી અને નિરક્ષરતાથી મુક્ત કરવાનું છે.
હું એક ફરક લાવવા માગુ છું, એક દિવસ જ્યારે કોઈ ખાલી પેટ ન સૂવે અને દરેક પાસે પહેરવા માટે કપડું હોય.
મને લાગે છે કે જો કોઈ વ્યક્તિ કમાતો હોય અને તે સમાજમા એક પૈસો પણ ફાળો ન આપતો હોય તો તે આવક સંપૂર્ણ વ્યર્થ છે. હું મારા સમાજ માટે પ્રેરણા બનવા માગુ છું ✨ અને હું શિવનાદ ફાઉન્ડેશનનો ભાગ બનીને ખુશ છું 🙌🏻
હું માનું છું કે દરેક વ્યક્તિ પોતાની જાતને સુધારીને સમાજમાં બદલાવ લાવી શકે છે. હું એક એવા દિવસનું સપનું જોવું છું જ્યારે કોઈપણ બાળકના ભવિષ્યના સપનાઓ અભાવના કારણે અધૂરા ન રહે.
મને લાગે છે કે જયારે આપણે આપણી આવકમાંથી થોડું બધું સમાજની ભલાઈ માટે વાપરીએ છીએ, ત્યારે તે નફામાંથી મોટી કમાણી બની જાય છે.
હું તે બદલાવનો એક સક્રિય ભાગ બનવા માંગુ છું, જે સમાજને વધુ સારું બનાવવા માટે પ્રયત્નશીલ છે. 🌟
कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन। मा कर्मफलहेतुर्भूर्मा ते संगोऽस्त्वकर्मणि॥
મારી મરજી છે કે હું એક એવું જીવન જીવું, જે માત્ર મારા માટે ન હોય પરંતુ આખા સમાજ માટે માપદંડ બને. ભલે નાના પ્રયાસોથી શરુઆત થાય, પરંતુ હું ઇચ્છું છું કે દરેક વ્યક્તિ પાસે એક તકો હોય, ભલે તે શિક્ષણની હોય કે જીવન જીવવાની. હું મારી ઈચ્છાઓ અને પ્રયત્નો દ્વારા લોકોને આશા આપવું માગું છું. આ કાર્ય માટે મારી પ્રતિબદ્ધતા મને ખુશી અને શાંતિ આપે છે, અને શિવનાદ ફાઉન્ડેશન સાથે જોડાયને હું વધુ પ્રેરિત છું.
હું માનું છું કે જીવનનું ખરું ધ્યેય માત્ર સ્વપ્ન જોવું નહીં, પરંતુ તે સ્વપ્નને સાકાર કરવા માટે મદદરૂપ થવું છે. સમાજમાં દરેક વ્યક્તિને સ્વાભિમાન અને સમાન તકો મળે, એ માટે હું મારા જીવનને સમર્પિત કરવા માંગું છું. નાની-નાની મુશ્કેલીઓથી પાછું ન ફરીને, હું દરેક માટે આશા અને બદલાવનો પ્રકાશ બનવા મથામણ કરું છું.
આ સફરનો ભાગ બનીને હું ગર્વ અનુભવું છું, અને હું માનું છું કે દરેક છૂટક પ્રયત્ન એક મોટો ફરક લાવી શકે છે.
Leave A Comment