જ્યારે હુ નાનો હતો, ત્યારે હુ મારા પરિવાર સાથે સેમરાણા ગામમા રહેતો હતો. દરરોજ સવારે હુ ખેતરે પાણી વાળતો અને ભેંસો લઇ ને પાદરે આટો મરાવી, ત્યારબાદ શાળાએ જવા નીકળતો.
આ મારી દિનચર્યા હતી. શાળાના રસ્તામા મારા મિત્રો મારી સાથે જોડાતા, તેમનામાથી કોઈ પાસે પહેરવા ચંપલ ન હોય, કોઈ હાફ પેન્ટ પહેરેલુ હોય, કોઈ પાસે શાળા બેગ હોય અને કોઈ પાસે એ પણ ન હોય, ત્યારે મને થતુ કે આવા તફાવત કેમ હોય ? હુ હમેશા સંપૂર્ણ યુનિફોર્મમા શાળાએ જતો.
જીવન નિયમો અને સિદ્ધાંતોના ચક્રમાં આગળ વધી રહ્યુ હતુ, અને હુ સતત પ્રગતિ કરતો રહ્યો.
મારા આસપાસના સામાજિક અસમાનતા અને ભેદભાવને જોતા, મે વિચારવું શરૂ કર્યું કે શું જીવન ફક્ત કમાવા, ઘર ચલાવવા અથવા બીલ ભરવામા જ સીમિત છે? શું અમારી પર કોઈ સામાજિક જવાબદારી નથી? આ વિચાર સાથે, મે મારી આર્થિક ક્ષમતાના આધારે નાની સેવા પ્રવૃત્તિઓ કરવી શરૂ કરી.
ગાંધીનગર સ્થળાંતર કર્યા બાદ પણ, મેં આ સેવા પ્રવૃત્તિઓ ચાલુ રાખી, અને ધીમે ધીમે તે મારા જીવનનો મહત્વપૂર્ણ હિસ્સો બની ગઈ. અંતે, હુ શિવનાદ ફાઉન્ડેશન સાથે જોડાયો, જે મારા પ્રયત્નોને એક મંચ મળ્યુ.
આ દ્વારા હુ સેવા પ્રત્યેનો મારો ઉમંગ વધુ વિસ્તૃત કરી શક્યો અને વિશાળ પાયે યોગદાન આપી શક્યો.
દરેક નાની મોટી સેવા પ્રવૃત્તિ મને નવી પ્રેરણા અને સંતોષ આપી જતી હતી. ફાઉન્ડેશનના સહકારથી હુ અભાવગ્રસ્ત લોકોને મદદ કરવા, શિક્ષણ અને આરોગ્ય માટે પ્રયત્નશીલ થવા માટે વધુ મોખરે આવી શક્યો. આ કાર્ય દરમિયાન મે સમાજના વિવિધ વર્ગના લોકોને નિકટથી સમજવાની તક મેળવી, જેના કારણે મને લોકોની સમસ્યાઓ અને જરૂરિયાતોનું વાસ્તવિક ગહન જ્ઞાન થયુ.
આ પ્રક્રિયામા હુ ન માત્ર લોકોના જીવનમાં ફેરફાર લાવી શક્યો, પરંતુ મારી પોતાની વ્યક્તિગત વૃદ્ધિ પણ થઈ. સેવા પ્રત્યેનો મારો દ્રષ્ટિકોણ વધારે વ્યાપક બન્યો અને મારી જીવનશૈલીમા સામેલ થઈ ગયો. મને લાગ્યુ કે જીવનની સાચી મૂલ્યવૃદ્ધિ અન્ય લોકો માટે કંઈક કરવાને મહત્વ આપવાથી થાય છે. આ રીતે, શિવનાદ ફાઉન્ડેશન માત્ર એક મંચ ન રહેતાં મારી જીવનયાત્રાનું એક મહત્વપૂર્ણ અંગ બની ગયું, જેના માધ્યમથી હુ મારી અસલી ઓળખ શોધી શક્યો.
Leave A Comment