logo

Dec 03 2024

Twinkle Tanna Whispers of Emotion

परोपकाराय फलन्ति वृक्षाः, परोपकाराय वहन्ति नद्यः।

परोपकाराय दुहन्ति गावः, परोपकारार्थमिदं शरीरम्॥

Twinkle Strory Pic

🕉️

જ્યારે હુ નાની હતી, ત્યારથી મને સેવા કરવાનુ ખૂબ ગમતુ. નાનાં બાળકોને અભ્યાસમાં મદદ કરવાથી મને હમેશા આનંદ થતો.

ક્યારેક હું આસપાસના બાળકોને અભ્યાસમાં મદદ કરતી. મને ગાયોની સેવા કરવાનું  ખૂબ ગમતુ.

જ્યારે પણ ગાયો મારા ઘરના દરવાજે આવતી, ત્યારે હુ તેમને કંઈક ખવડાવતી અને પાણી આપતી. બાળપણથી જ હુ વિચારતી કે મોટી થઈને જરૂરિયાતમંદ લોકોને મદદ કરીશ.

હવે હુ આ કામ શિવનાદ ફાઉન્ડેશન મારફતે કરી રહી છુ. મને ખૂબ આનંદ થાય છે.

सर्वभूतहिते रतः।

ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે કંઈક સકારાત્મક કરવા મળતા મને ખૂબ આનંદ થાય છે. મારા માટે આ સન્માન છે કે હુ મારા જીવનમાં જે સપનાનુ દ્રષ્ટિકોણ રાખ્યુ હતુ, તે સાચે જ પૂરું કરી શકી. મારા નાના પ્રયાસોથી કોઈની જીવન થોડો પણ ફેરફાર આવે, તો તે મારા માટે મોટી ઉપલબ્ધિ છે. જ્યારે હુ બીજા ને મદદરૂપ બનું છુ, ત્યારે તે પ્રબળ સંદેશ આપે છે કે માનવતાની ભાવના હજી જીવંત છે. આ કાર્ય મારું જીવન વધુ સાર્થક બનાવે છે અને મને સતત પ્રેરણા આપે છે કે વધુને વધુ લોકો માટે કંઈક સારુ કરુ.

મારા માટે આ કેવળ સેવાકાર્ય નથી, પરંતુ એ મારુ સપનું સાકાર થવાનો માર્ગ છે. બાળપણમાં જે વિચારમંથન કર્યું હતું, તે હવે હકીકતમાં પલટાયું છે. જરૂરિયાતમંદોને મદદ કરવા અને તેમના જીવનમાં સુધારણાના સંકેત લાવવા માટે પ્રયાસ કરવુ મારા જીવનનુ મહત્વપૂર્ણ ભાગ બની ગયુ છે. આ કાર્ય માટે મને ગૌરવ અનુભવાય છે અને આશા છે કે હું આ માર્ગ પર સતત આગળ વધતી રહીશ.

નામ: ટ્વિંકલ તન્ના
ઇન્સ્ટા: https://www.instagram.com/kotaktwinkl/

ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते।

पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते॥

ॐ शान्तिः शान्तिः शान्तिः॥

Leave A Comment

Other Pages

Our Maps

© 2025 Copyright by Shivnaad Foundation